ભારતીય ફિલ્મ પ્રથમવાર નોર્થ અમેરિકામાં મોટાપાયે પ્રદર્શિત કરાશે

ભારતીય ફિલ્મ પ્રથમવાર નોર્થ અમેરિકામાં મોટાપાયે પ્રદર્શિત કરાશે

ભારતીય ફિલ્મ પ્રથમવાર નોર્થ અમેરિકામાં મોટાપાયે પ્રદર્શિત કરાશે

Blog Article

દિગ્દર્શક નિખિલ નાગેશ ભટની બહુચર્ચિત ફિલ્મ ‘કિલ’નું ટ્રેલર તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં તેની પ્રશંસા થઇ રહી છે. આ ફિલ્મ દ્વારા લક્ષ્ય પદાર્પણ કરી રહ્યો છે, તેમજ રાઘવ જુયાલ અને તાન્યા મનિકતાલા પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં ચાલતી ટ્રેનમાં એક્શન સિક્વન્સની ભરમાર છે.


દર્શકોએ એવું પણ અનુભવ્યું છે કે આ ફિલ્મમાં જે માત્રામાં હિંસા બતાવાઈ છે, તે ઘણી વધારે છે. ખરેખર તો ‘કિલ’ને ભારતમાં બનેલી સૌથી હિંસક ફિલ્મ ગણાવાઈ રહી છે. તેથી દર્શકોએ આ ફિલ્મ વારંવાર ઉડતી લોહીની છોળોની અપેક્ષા સાથે જ જોવાની રહેશે.


ફિલ્મના ટ્રેલરને મળેલાં પ્રતિસાદ ઉપરાંત ‘કિલ’એ એક અનોખી સફળતા પણ મેળવી છે. નોર્થ અમેરિકામાં એક હજાર સ્ક્રિન્સ આ ફિલ્મ માટે અત્યારથી જ બૂક થઈ ગયા હોય તેવી આ પ્રથમ ભારતીય ફિલ્મ છે. વિવિધ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યા પછી આ ફિલ્મમાં પશ્ચિમી દેશોને રસ પડ્યો છે.


‘કિલ’ એ એક કમાન્ડો(લક્ષ્ય)ની સ્ટોરી છે, જેની ગર્લફ્રેન્ડ(મનિકતાલા)ના લગ્ન અન્ય વ્યક્તિ સાથેનક્કી થયા છે. તેના માતા-પિતા તેને બીજા કોઈ સાથે પરણાવે તે પહેલાં એક વખત મળવા માટે લક્ષ્ય ટ્રેનમાં ચડે છે. પરંતુ  કેટલાંક ગુંડાઓ આ ટ્રેનને બાનમાં લઇ લે છે અને કમાન્ડો લડવા માટે મજબૂર થઈ જાય છે. નિખિલ નાગેશ ભટ ‘હુડદંગ’ ફિલ્મ માટે જાણીતા છે. આ ફિલ્મ ભારતમાં 5 જુલાઈએ પ્રદર્શિત થશે.

Report this page